ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલય વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ પીએમ નરેન્દ્ર મોદી ગુરુવારે રાત્રે દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા અને પોતાના ભાષણમાં વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું- અમારી જીતથી ડરેલા કેટલાક કટ્ટર વિરોધીઓ કહે છે કે 'મર જા મોદી', પરંતુ મારા દેશવાસીઓ કહે છે કે 'મત જા મોદી' . પીએમે ભાજપના નેતાઓ અને કાર્યકરોને પણ પૂછ્યું કે શું નોર્થ-ઈસ્ટના પરિણામો પછી ટીવી પર ઈવીએમને ગાળો પડી કે નહીં.
તેમણે કહ્યું- અમે ઉત્તર-પૂર્વને નવી દિશામાં આગળ વધતા જોઈ રહ્યા છીએ. હવે નોર્થ ઈસ્ટ ન તો દિલ્હીથી દૂર છે અને ન તો દિલથી દૂર છે. ઇતિહાસ રચવાનો સમય છે. હું આને ઉત્તર પૂર્વ માટે સમૃદ્ધિ અને વિકાસના સમય તરીકે જોઈ રહ્યો છું.