વ્યકિત પાસે લોભ હોય ત્યાં ધુતારા કદી ભુખ્યા ન મરે એ કહેવતને દામનગરના કાચરડી ગામના એક ખેડૂતે સાચી કરી બતાવી છે. આ ખેડૂતને રસ્તામા મળી ગયેલા ચાર સાધુઓએ ચમત્કારથી રૂપિયા 10 કરોડની રકમ અપાવવાની લાલચ આપી રૂપિયા 23 લાખની છેતરપીંડી આચરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
એક કારમાં ત્રણ ભગવાધારી શખ્સો આવ્યા
દામનગર નજીક કાચરડી ગામના ધીરૂભાઇ ડાયાભાઇ કુકડીયા નામના ખેડૂત સાથે આ ઘટના બની છે જે અંગે તેણે ચાર અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમા તેણે જણાવ્યું છે કે ગત તા. 20/10/22ના રોજ તેઓ ભાગવી રાખેલ વાડી નજીક રોડે બેઠા હતા ત્યારે એક કારમાં ત્રણ ભગવાધારી શખ્સો આવ્યા હતા અને જય ગીરનારી કહી જ્ઞાન અને ચમત્કારની વાતો કરવા લાગ્યા હતા. દક્ષિણા માંગતા ખેડૂતે મારી પાસે પૈસા નથી તેમ કહ્યુ હતુ.