Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટ શહેરમાં બોગસ વોટિંગ થયાનો આક્ષેપ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જ્યાં વિવેકાનંદ કોલેજ જૂની કેશવ વિદ્યાલય ખાતે કોટડીયા રાજેશભાઇ લખમણભાઈ નામના મતદાર મત આપવા પહોંચ્યા હતા. એ વખતે ફરજ પરના સ્ટાફે તેમનો મત અપાઈ ચુક્યો હોવાનું કહેતા તેઓ અચરાજમાં મુકાઈ ગયા હતા અને જવાબદાર અધિકારીઓને આ વાતની ફરિયાદ કરી હતી. જેથી દક્ષિણ બેઠક પરના આ બોગસ વોટિંગ અંગે ફરિયાદ કરવા તજવીજ હાથ ધરાઈ છે.