Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટ શહેરને ફાટક મુક્ત બનાવવાની દિશામાં વધુ એક મોટું પગલું લેવામાં આવ્યું છે. શહેરના મુખ્ય માર્ગો ગોંડલ રોડ અને ઢેબર રોડને જોડતા PDM રેલવે ફાટક નીચે 50 કરોડના ખર્ચે 700 મીટર લાંબો અંડરબ્રિજ બનાવવાની યોજનાને સરકારના GUDM (ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન) વિબાગે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. આ અંડરબ્રિજ રાજકોટનો સૌથી લાંબો અંડરબ્રિજ બનશે, જે પૂર્વ CM વિજય રૂપાણીના કાર્યકાળમાં શરૂ કરાયેલા ફાટક મુક્ત રાજકોટ અભિયાનને આગળ ધપાવશે. આ અંડરબ્રિજ બનતા હજારો લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે.


GUDMએ અંડરબ્રિજ બનાવવાની મંજૂરી આપતા તૈયારીઓ શરૂ રાજકોટ મહાનગરપાલિકા અને રેલવે વિભાગે શહેરની મધ્યમાં આવતા આ રેલવે ફાટક પર ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે આ પ્રોજેક્ટને પ્રાથમિકતા આપી છે. આ પ્રોજેક્ટ માટે ગત વર્ષે રાજ્ય સરકારે 40 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી. તાજેતરમાં ધારાસભ્ય રમેશ ટીલાળાએ પણ આ અંડરબ્રિજ ઝડપથી બનશે તેવી જાહેરાત કરી હતી. ત્યારે હવે GUDM વિભાગની સૈદ્ધાંતિક મંજૂરી બાદ પ્રોજેક્ટને આગળ વધારવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

મનપાએ ઢેબર રોડ પરની મિલકતોને LOP હેઠળ મૂકી આ બ્રિજ માટે પ્રારંભિક સર્વે પૂર્ણ થઈ ગયો છે. મનપાએ બ્રિજની ડિઝાઈન તૈયાર કરવા અને કપાતમાં આવતી મિલકતોનો સર્વે કરવા માટે સલાહકારની નિમણૂક કરી હતી. જેણે પોતાનો પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરી લીધો છે. રિપોર્ટ મુજબ, અંદાજે 50 કરતા વધારે મિલકતોમાં નાની-મોટી કપાત આવી શકે છે. ખાસ કરીને ઢેબર રોડ પર ઢેબર કોલોનીથી ગોપાલનગર શેરી નં. 1 સુધીની મિલકતો કપાત હેઠળ આવી શકે છે. મનપાએ ઢેબર રોડ પરની આ મિલકતોને 'લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ' (LOP) હેઠળ મૂકી છે, એટલે કે જાહેર હિતમાં મનપા દ્વારા આ મિલકતોના અમુક ભાગની કપાત કરવામાં આવશે.