Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સુરત શહેરમાં યુવકને માર મારવા અને અપમાનિત કરવાની અમાનવીય ઘટનાના બે વીડિયો સામે આવ્યા છે. વીડિયોમાં માર ખાતા યુવક યુવકના પરિજનોના આક્ષેપો મુજબ, સુરતમાં ભોલા ભાઈ નામના વ્યક્તિએ યુવકને ચાકુની અણીએ ધમકાવી, માર મારીને તેની પાસે માફી મંગાવી હતી. તેમજ યુવકને તાળવું ચટાવ્યું હતું. યુવક વીડિયોમાં કહી રહ્યો હતો કે, 'ભોલા ભાઈ, મને માફ કરી દો... હવે હું ક્યારેય સુરત નહીં આવું...'.


વાઇરલ વીડિયો બાદ રહસ્યમય સંજોગોમાં લાપતા થયેલો મધ્યપ્રદેશના સિધી જિલ્લાનો 26 વર્ષીય યુવક આખરે મહારાષ્ટ્રના પુણેમાંથી સહી-સલામત મળી આવ્યો છે. યુવક સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા ગોલુ યાદવના ઢાબામાં નોકરી કરતો હતો અને વીડિયોમાં થયેલી ક્રૂરતાથી ડરીને તે તેના મિત્ર ક્રિષ્ના યાદવને મળવા પુણે જતો રહ્યો હતો.