ભારતીય સ્ટાર એસએસ પ્રણોય અને યુવા શટલર પ્રિયાંશુ રાજાવતે ઈન્ડિયા ઓપન બેડમિન્ટનમાં તેમના અભિયાનની શાનદાર શરૂઆત કરી છે. બંનેએ પ્રથમ રાઉન્ડમાં પોતપોતાની મેચો જીતીને આગળના રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે.
મંગળવારે પ્રથમ દિવસે ચીનની ફેંગ અને બિંગ જાઓએ પણ સિંગલ્સ કેટેગરીમાં બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. આ સાથે જ મેન્સ ડબલ્સમાં વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન મીન-હ્યુક અને સાઉથ કોરિયાના સેઉંગ જેએ પણ જીત મેળવી છે.