Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ટેસ્લાના શેરહોલ્ડર્સે CEO ઈલોન મસ્કના અત્યાર સુધીના સૌથી મોટા પગાર પેકેજને શરતો સાથે મંજૂરી આપી છે. આ પેકેજ $1 ટ્રિલિયન (આશરે ₹83 લાખ કરોડ)નું છે.


મસ્કના 15% શેરહોલ્ડર્સને બાદ કરતાં 75% થી વધુ શેરહોલ્ડર્સે 'હા' મત આપ્યો. આ પેકેજ હવે તેમને વિશ્વના પ્રથમ ટ્રિલિયનેર બનાવી શકે છે.

પગાર પેકેજ મંજૂર થયા પછી, મસ્કે શેરહોલ્ડર્સનો આભાર માન્યો અને સ્ટેજ પર ડાન્સ પણ કર્યો. તેમણે કહ્યું, "ટેસ્લા માટે આ કોઈ નવો અધ્યાય નથી, તે એક નવું પુસ્તક છે."

ઈલોન મસ્કનું ટ્રિલિયન ડોલરનું પેકેજ 2018માં મળેલા $56 બિલિયન કરતા લગભગ 16 ગણું મોટું છે. નવું પેકેજ 10 વર્ષ માટે છે.