Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

2022ના વર્ષમાં મોટાભાગના સેક્ટરમાં સ્થિતી સામાન્ય રહી હતી પરંતુ રીયલ એસ્ટેટ સેક્ટરમાં ઝડપી ગ્રોથ જોવા મળ્યો છે. પ્રોપટાઈગરના અહેવાલ મુજબ મજબૂત માંગના આધારે આઠ મોટા શહેરોમાં ઓક્ટોબર-ડિસેમ્બરના સમયગાળા દરમિયાન હાઉસિંગ વેચાણ વાર્ષિક ધોરણે 19 ટકા વધીને 80770 યુનિટ થયું છે. જે ગતવર્ષના સમાન ગાળામાં વેચાણ 67,890 યુનિટ હતું.


હાઉસિંગ બ્રોકરેજ ફર્મ પ્રોપટાઇગર.કોમના રીઅલ ઇનસાઇટના અહેવાલ મુજબ, 2021માં વેચાયેલા 205940 એકમોની સરખામણીએ આઠ મોટા શહેરોમાં આ વર્ષ દરમિયાન હાઉસિંગનું વેચાણ 50 ટકા વધીને 308940 યુનિટ થયું છે.

મકાન ડોટ કોમ, હાઉસિંગ ડોટ કોમ અને પ્રોપટાઇગર ડોટ કોમના ગ્રૂપ સીએફઓ વિકાસ વાધવને જણાવ્યું કે હોમ લોનના વ્યાજ દરોમાં સતત વધારો થવા છતાં ગ્રાહકો મોર્ટગેજ વ્યાજ દરો વિશે ચિંતા કરવાને બદલે નીચા ભાવમાં ખરીદી કરવામાં રસ ધરાવે છે.” અહેવાલ મુજબ અમદાવાદમાં ઓક્ટોબર-ડિસેમ્બરમાં હાઉસિંગનું વેચાણ 23 ટકા વધીને 6,640 યુનિટ થયું હતું જે એક વર્ષ અગાઉના સમયગાળામાં 5420 યુનિટ હતું.