Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજન સુરેશભાઈ મકવાણા (ઉં.વ.19) ગઈકાલે રાત્રે 1 વાગ્યા આસપાસ બાઇક લઈને જતો હતો ત્યારે હેમુ ગઢવી હોલ પાસે બંધ ફોર વ્હીલ પાછળ બાઈક અથડાતા માથામાં અને શરીરે ગંભીર ઈજા થતા 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અહીં ઇમરજન્સી વિભાગમાં તેની સારવાર ચાલુ હતી. સારવાર દરમિયાન વહેલી સવારે 4 વાગ્યા આસપાસ તેમણે દમ તોડી દેતા પરિવારમાં શોક છવાયો હતો. આ બનાવ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક રાજન બે ભાઈમાં મોટો હતો અને તે વિજય પ્લોટમાં જ પોતાના ઘર નજીક આવેલ એક કારખાનામાં નોકરી કરતો હતો. ગઈકાલે રાત્રે પોતાના મિત્ર સાથે બાઈક ઉપર આંટો મારવા નીકળ્યો હતો અને અકસ્માત સર્જાયો હતો. આશાસ્પદ યુવાનના મોતથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો.


મૂર્ઘા અને પેંડા ગેંગના ચાર મકાનોમાંથી ગેરકાયદે વીજ જોડાણ રદ કરાયા રાજકોટ શહેરમાં ગત તારીખ 29 ઓક્ટોબરના રોજ મંગળા મેઈન રોડ પર પ્રગતિ હોસ્પિટલ પાસે મૂર્ઘા ગેંગ અને પેંડા ગેંગ વચ્ચે સામસામે થયેલ અંધાધૂંધ ફાયરિંગ ઘટના બાદ ભક્તિનગર પોલીસ ટીમે પીજીવીસીએલના સ્ટાફને સાથે રાખી જંગલેશ્વર વિસ્તારમાં રાખી વોન્ટેડ કુખ્યાત રમાના પુત્ર એવા મુરઘા ગેંગના સમીર ઉર્ફે સંજલા જુણેજા અને કોઠારીયા રોડ પર આશાપુરાનગરમાં રહેતા ફાયરીંગના ગુનામાં પકડાયેલા પેંડા ગેંગના ભયલા ગઢવી સહિત પાંચ શખસોના મકાનોમાં ગેરકાયદેસર લગાવાયેલા વીજ કનેકશન કાપી નાખવામાં આવ્યા હતા. સરકારે નામચીન ગુનેગારોના મકાનો પાડી દેવાના આદેશ કર્યા બાદ રાજકોટ પોલીસે જંગલેશ્વરમાં રહેતા સુત્રધાર સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી.

Recommended