Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ દિવસના પ્રવાસે દક્ષિણ આફ્રિકા પહોંચ્યા છે. તેઓ G20 સમિટમાં ભાગ લેશે. જોહાનિસબર્ગ એરપોર્ટ પર પીએમ મોદીનું રેડ કાર્પેટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સ્થાનિક કલાકારોએ જમીન પર આડા પડીને તેમનું સ્વાગત કર્યું.


હોટલ પહોંચ્યા પછી, ભારતીય મૂળના કલાકારોએ મોદીનું સ્વાગત કરવા માટે પરંપરાગત નૃત્ય રજૂ કર્યું. ગણેશ વંદના અને શાંતિ મંત્રનો પણ પાઠ કરવામાં આવ્યું. જોહાનિસબર્ગમાં, મોદીએ ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીસ સાથે મુલાકાત કરી.

પીએમ મોદી 21થી 23 નવેમ્બર દરમિયાન દક્ષિણ આફ્રિકામાં રહેશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન ત્રણ મુખ્ય સત્રોમાં ભાષણ આપશે.