Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વર્લ્ડ ચેમ્પિયન ભારતીય વિમેન્સ બ્લાઇન્ડ ટીમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. ટીમ ટ્રોફી લઈને નવી દિલ્હી સ્થિત PM આવાસ પહોંચી. તમામ ખેલાડીઓએ મળીને PMને સાઇન કરેલું બેટ ભેટ આપ્યું.


ભારતે પ્રથમ વખત રમાયેલા બ્લાઇન્ડ વુમન્સ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. 23 નવેમ્બરે ટીમે કોલંબોમાં રમાયેલી ફાઇનલ મેચમાં નેપાળને 7 વિકેટે હરાવ્યું હતું.

મોદીએ વુમન્સ ટીમ સાથે ચર્ચા કરતા બોલ પર સાઇન કર્યા. તેમણે ટ્રોફી ઉઠાવીને ઉજવણી પણ કરી. મોદીએ તમામ ખેલાડીઓનું લાડુ ખવડાવીને સ્વાગત કર્યું.

ભારતની કેપ્ટનશિપ કર્ણાટકની દીપિકા ટીસીએ કરી. ટીમમાં દેશના 9 અલગ-અલગ રાજ્યોમાંથી 16 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી. આમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, ઓડિશા, દિલ્હી, આસામ અને બિહારના ખેલાડીઓનો સમાવેશ થતો હતો. ખેલાડીઓને ક્રિકેટ વિશે શાળાના શિક્ષકો, NGO અને કોમ્યુનિટી કેમ્પસમાં જાણકારી આપવામાં આવી હતી.