Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રિયલ એસ્ટેટ સેક્ટરનો ગુજરાતમાં મજબૂત ગ્રોથ જોવા મળ્યો છે. કોરોના મહામારી બાદ દરેક લોકોને પોતાના ઘરની ગરજ સારી છે એટલું જ નહિં પ્રીમિયમ ઘરની માગ મોટા પાયે વધી છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં જમીન-મકાનની કિંમતોમાં સરેરાશ 20-25 ટકાનો વધારો થઇ ચૂક્યો છે. આ ઉપરાંત આગામી એક-બે વર્ષમાં કિંમતો હજુ સરેરાશ 10 ટકા સુધી વધે તેવો અંદાજ ઇન્ડસ્ટ્રીઝના અગ્રણીઓ દર્શાવી રહ્યાં છે.


ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મજબૂત ગ્રોથના કારણે મોટાભાગના લોકો હવે 15-25 કિલોમિટર સુધી દૂર જવા તૈયાર છે જેના કારણે સિટી બહારનો વિસ્તાર ઝડપી ડેવલપ થવા લાગ્યો છે. શહેરમાં હવે જગ્યા નથી માટે આ વિસ્તારોમાં મોટા પાયે રિડેવલપ પ્રોજેક્ટ આવશે તેવું સ્વરા ગ્રુપના એમડી કાર્તિક સોનીએ જણાવ્યું હતું.

છેલ્લા બે વર્ષમાં રિડેવલપ પ્રોજેક્ટની સંખ્યા ઝડપી વધી છે. શહેરમાં મોટાભાગના બિલ્ડિંગ 3-5 માળના છે અને તે પણ સરેરાશ 20 વર્ષથી જૂના છે. રિડેવલપમેન્ટના કાયદામાં હજુ સરળીકરણ આવે તો આ સેગમેન્ટમાં ઝડપી ગ્રોથ જોવા મળી શકે છે.