તુર્કી અને સીરિયામાં ભૂકંપથી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થતી જોવા મળી રહી છે. અત્યાર સુધી 21 હજારથી વધારે લોકોનું મૃત્યુ થઈ ગયું છે. ઘાયલોની સંખ્યા 64 હજાર પહોંચી ગઈ છે. 95થી વધારે દેશ મદદ માટે પહોંચી રહ્યા છે. આ દરમિયાન ભારતની રેસ્ક્યૂ ટીમે તુર્કીના નૂરદાગી શહેરમાં એક 6 વર્ષની બાળકીને રેસ્ક્યૂ કરી છે હોમ મિનિસ્ટ્રીના સ્પોક્સપર્સને ટ્વિટ કરીને લખ્યું- ઓપરેશન દોસ્ત હેઠળ તુર્કી પહોંચેલી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)એ એક બાળકીને રેસ્ક્યૂ કરી છે.
લોકો પોતાને ગરમ રાખવા માટે પાર્કમાં રાખેલી બેંચ અને કપડાને આગ લગાડી રહ્યા છે. હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા પ્રમાણે આવી સ્થિતિમાં લોકોને હાઇપોથર્મિયા થવાનો ભય છે.
તુર્કીના ગાજિયાન્ટેપ શહેરમાં રહેનાર અહમત હુસૈને જણાવ્યું કે-પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. બાળકોને ઠંડી લાગી રહી છે. યુવતીઓ કાટમાળ નીચે દબાઈ ગઈ છે. બાળકોને ગરમ રાખવા માટે અમે પાર્કમાં રહેલી લાકડાની બેંચ અને કપડા બાળી રહ્યા છીએ. આવું દરરોજ થઈ શકશે નહીં. સરકારે જે શેલ્ટર માટે ટેન્ટ બનાવ્યા છે, તેમાં રહીને ઠંડી હવાથી બચી શકાય નહીં.