લખનૌ ડિવિઝનના બારાબંકી યાર્ડના રિમોડલિંગના કામને પગલે ઓખા-ગોરખપુર એક્સપ્રેસ આગામી 14 જાન્યુઆરી સુધી રદ કરવાની જાહેરાત રેલવે વિભાગે કરી હતી, પરંતુ હવે આ ટ્રેન રદ કરવાના બદલે ડાઇવર્ટ કરેલા રૂટ પર ચલાવવાનું નક્કી કરાયું છે. આ ટ્રેન 14 જાન્યુઆરી સુધી એશબાગ, બાદશાહનગર, બારાબંકી, ગોંડા અને બસ્તી સ્ટેશન પર ચાલશે નહીં.
રાજકોટ રેલવે ડિવિઝનમાંથી મળતી માહિતી મુજબ ટ્રેન નં.15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ 17, 24, 31 ડિસેમ્બર, તથા 7, 14 જાન્યુઆરી રોજ અને ટ્રેન નં.15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ 14, 21, 28 ડિસેમ્બર તથા 4 અને 11 જાન્યુઆરી દરમિયાન રદ થવાને બદલે, હવે આંશિક રીતે ડાઇવર્ટ કરેલા રૂટ વાયા કાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ, બનારસ, વારાણસી, વારાણસી સિટી, ભટની અને ગોરખપુર થઈને ચાલશે.