Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

એપસ્ટીન સેક્સ સ્કેન્ડલ સાથે જોડાયેલી 68 નવી તસવીરો સામે આવી છે. આ તસવીરોને અમેરિકી હાઉસ ઓવરસીઝ કમિટીના ડેમોક્રેટ સાંસદોએ રિલીઝ કરી છે.

આમાંથી બે તસવીરોમાં અબજોપતિ બિલ ગેટ્સ મહિલાઓ સાથે જોવા મળી રહ્યા છે. જોકે, તે સ્પષ્ટ નથી કે બંને મહિલાઓ એક જ છે કે અલગ-અલગ.

અહીં એ સ્પષ્ટ કરી દઈએ કે આ તસવીરોનો એવો અર્થ નથી કે આ લોકો કોઈ ખોટા કામમાં સામેલ હતા. આની જાણકારી એપસ્ટીન ફાઇલ્સ સામે આવ્યા પછી જ આવશે.

અમેરિકી જસ્ટિસ ડિપાર્ટમેન્ટ આજે આ સેક્સ સ્કેન્ડલ સાથે જોડાયેલી તમામ ફાઇલો રિલીઝ કરવાનું છે. આ પહેલા 12 ડિસેમ્બરે 19 તસવીરો જાહેર કરવામાં આવી હતી, જેમાં પણ બિલ ગેટ્સ જોવા મળ્યા હતા.