ભારતમાં આ વર્ષે કંપનીઓ દ્વારા AIની સાથે-સાથે ક્લાઉડ કોમ્પ્યુટિંગ ટેક્નિકોનો ઉપયોગ મોટા પાયે વધ્યો છે. 97% કંપનીઓએ હવે AIનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે જ્યારે 84%એ ક્લાઉડ કોમ્પ્યુટિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. ડેટા સિક્યોરિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (ડીએસસીઆઈ) દ્વારા જારી રિપોર્ટમાં એવો દાવો કરાયો છે.
DSCIના સીઈઓ વિનાયક ગોડસેએ કહ્યું કે આજની જરૂરિયાતને કારણે સંસ્થાઓ આ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે. આ ટેક્નિકોના વધતા ઉપયોગના કારણે ભારતનું સાઇબર સુરક્ષા બજાર આ વર્ષે 50 હજાર કરોડ થયું છે. તેણે 2019 પછીથી દર વર્ષે 30%નો વાર્ષિક વધારો દર્શાવ્યો છે. અન્ય એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સના કારણે બેન્કિંગ સેક્ટરમાં સૌથી વધુ નોકરીઓ ખતમ થશે.
સંસ્થાઓમાં સાઈબર એક્સપર્ટની અછત
DSCIએ રિપોર્ટમાં સાઈબર સુરક્ષાને લઈને નિષ્ણાતોની અછત તરફ ઈશારો કર્યો છે. સરવેમાં સામેલ કંપનીઓમાંથી 75%એ સાઈબર એક્સપર્ટની અછતની વાત કરી છે. આ ઉપરાંત કહ્યું છે કે 2028 સુધી ભારતનું સાઈબર સુરક્ષા બજાર દુનિયાભરના 5% જેટલું થઈ જશે.