સતત ચાર દિવસના ઘટાડા પછી શેરબજારમાં આજે એટલે કે શુક્રવાર, 19 ડિસેમ્બરે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 447 પોઈન્ટ વધીને 84,929 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 150 પોઈન્ટનો ઉછાળો છે, તે 25,966ના સ્તરે બંધ થયો
સેન્સેક્સના 30 શેરોમાંથી 26માં તેજી અને 4માં ઘટાડો રહ્યો. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ, પાવર ગ્રીડ અને BELના શેરોમાં 2% સુધીનો ઉછાળો રહ્યો.નિફ્ટીના 50 શેરોમાંથી 41માં તેજી અને 9માં ઘટાડો રહ્યો. NSEના તમામ સેક્ટર્સમાં તેજી છે. ઓટો,રિયલ્ટી, હેલ્થકેર અને ફાર્મામાં સૌથી વધુ તેજી છે.
એશિયન બજારોમાં કોરિયાનો કોસ્પી 0.51% વધીને 4,015 પર અને જાપાનનો નિક્કેઈ ઇન્ડેક્સ 1.16% વધીને 49,568 પર કારોબાર કરી રહ્યા છે.
હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ 0.50% વધીને 25,625 પર છે. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.59% વધીને 3,899 પર કારોબાર કરી રહ્યો છે.
18 ડિસેમ્બરે અમેરિકાનો ડાઉ જોન્સ 0.14% વધીને 47,952 પર બંધ થયો. જ્યારે, નાસ્ડેક કમ્પોઝિટમાં 1.38% અને S&P 500માં 0.79% નો ઉછાળો જોવા મળ્યો.