Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં નાની-મધ્યમ કદ (એસએમઈ)ની 30 કંપનીએ આઇપીઓ થકી ભંડોળ પેટે 1,024 કરોડ રૂપિયા એકઠા કર્યા છે. છેલ્લા 2 મહિનામાં આઇપીઓનું સરેરાશ કદ પણ 30% જેટલો વધ્યો છે. એટલે કે આ કંપનીઓએ ગત વર્ષ કરતાં એક તૃતિયાંશ જેટલી રકમ વધુ મેળવી છે. એસએમઈ આઇપીઓ સેગમેન્ટ માટે 2024ની શરૂઆત શાનદાર હતી.


મેક્સપોઝર લિમિટેડનો આઇપીઓ 1000 ગણાથી પણ વધુ સબસ્ક્રાઇબ થયો હતો, એ એસએમઈ કંપનીઓના આઇપીઓ પ્રત્યેનો રોકાણકારોના ઝુકાવનું દૃષ્ટાંત છે. વિશ્લેષકોના મતે એ એસએમઈ શ્રેણીની કંપનીઓની ક્ષમતા અનલૉક કરવા અને ગ્રોથ માટે મૂડીબજારથી ભંડોળ એકઠું કરવામાં તેમની સફળતાનો સંકેત છે.

21 કંપની એનએઈ પર, 9 બીએસઈ પર લિસ્ટ થઈ
છેલ્લા 2 મહિનામાં સૌથી વધુ 21 કંપનીએ એનએસઈના એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટિંગ કરાવ્યું છે. 9 કંપની બીએસઈના એસએમઈ પ્લેટફોર્મ પર પણ લિસ્ટ થઈ. 2023માં 180 કંપનીએ આઇપીઓથી 4,900 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. તેના આઇપીઓનું કદ સરેરાશ 27 કરોડ જેટલું હતું જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં એવરેજ ટિકિટ સાઇઝ 34 કરોડ રૂપિયા રહ્યું છે.