સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે 23 ઓગસ્ટે સેન્સેક્સ 33 પોઈન્ટના વધારા સાથે 81,086 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 11 પોઈન્ટ વધીને 24,823 ના સ્તર પર બંધ થયો હતો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 15 વધ્યા અને 13 ઘટ્યા. નિફ્ટીના 50 શેરોમાંથી 22 ઊંચકાયા હતા અને 28 ડાઉન હતા. નિફ્ટી ઓટો સિવાય તમામ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો.
એશિયન માર્કેટમાં આજે મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો
એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કી 0.40% અને હોંગકોંગનો હેંગસેંગ 0.16% ઘટ્યો હતો. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.20% વધ્યો અને કોરિયાનો કોસ્પી 0.22% ઘટ્યો.
NSE ડેટા અનુસાર, વિદેશી રોકાણકારો (FIIs) એ 23 ઓગસ્ટના રોજ ₹1,371.79 કરોડના શેર ખરીદ્યા હતા. આ સમયગાળા દરમિયાન સ્થાનિક રોકાણકારો (DII) એ પણ ₹2,971.80 કરોડના શેર ખરીદ્યા હતા.
ગુરુવારે યુએસ માર્કેટનો ડાઉ જોન્સ 0.43% ઘટીને 40,712 ના સ્તર પર બંધ થયો હતો. નાસ્ડેક પણ 1.67% ઘટીને 17,619 ના સ્તરે બંધ થયો. S&P500 0.89% ઘટીને 5,570 પર બંધ થયો.