થાઈલેન્ડ અને કંબોડિયાની બોર્ડર પર થાઈ સેનાએ ભગવાન વિષ્ણુની એક મૂર્તિ તોડી નાખી. એશિયાનેટ ન્યૂઝ રિપોર્ટ અનુસાર, થાઈ સૈનિકોએ બુલડોઝર ચલાવીને મૂર્તિને પાડી દીધી. ઘટના સોમવાર, 22 ડિસેમ્બરની જણાવવામાં આવી રહી છે.
કંબોડિયાએ આ અંગે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે મૂર્તિ તેના વિસ્તારમાં હતી, જેને થાઈલેન્ડે ગેરકાયદેસર રીતે પાડી દીધી.
કંબોડિયાના પ્રીહ વિહાર પ્રાંતના સરકારી પ્રવક્તા કિમ ચાનપનહાએ કહ્યું કે આ મૂર્તિને 2014માં થાઈલેન્ડની સીમાથી લગભગ 100 મીટર દૂર બનાવવામાં આવી હતી.
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે છેલ્લા 6 મહિનાથી પ્રીહ વિહાર મંદિરના વિસ્તારને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જૂનમાં બંને દેશો વચ્ચે યુદ્ધ પણ થયું હતું. જોકે ટ્રમ્પની મધ્યસ્થી પછી સીઝફાયર થઈ ગયું હતું.
પરંતુ ડિસેમ્બરમાં ફરી એકવાર વિવાદ ભડકી ઉઠ્યો છે. અત્યાર સુધી સંઘર્ષમાં 40થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 10 લાખથી વધુ લોકોને સ્થળાંતર કરવું પડ્યું છે.