Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 


ગયા અઠવાડિયે કાબુલમાં આવેલી પાકિસ્તાની એમ્બેસી પર હુમલો આતંકી સંગઠન ISએ કર્યો હતો. કેટલાય મીડિયા રિપોર્ટ્સમાં અફગાનિસ્તાન અને પાકિસ્તાનની સરકારોના હવાલેથી એ તરફ ઇશારો કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ અંગે ખુલ્લી રીતે કંઇ કીધું નથી. બીજી બાજુ ખુદ ISએ હુમલાની જવાબદારી લીધી છે.


પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સીધે રીતે કંઇ કહેવાનો ઇન્કાર કરી દીધો છે. એટલું જરૂર કહ્યું છે કે તેઓ અફઘાન ઓથોરિટીના સંપર્કમાં છે અને આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. હુમલામાં પાકિસ્તાનના એમ્બેસેડર ઘાયલ થયા હતા. તે વખતે તેઓ કેમ્પસમાં ઘૂમી રહ્યા હતા.

આતંકવાદ વિરુદ્ધ જંગ ચાલુ રહેશે
કાબુલમાં આવેલી પાકિસ્તાન એમ્બેસી પર હુમલા વિશે પૂછવામાં આવેલા એક સવાલ પર વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું- આ બાબતે તપાસ ચાલી રહી છે. અમારી પાસે ઘણા પ્રકારના રિપોર્ટ આવ્યા છે. તેને વેરિફાઇ કરવામાં આવી રહ્યા છે. એટલું ચોક્કસ છે કે આ વિસ્તારમાં આતંકવાદનું જોખમ વધી રહ્યું છે. આપણે સાથે મળીને આ જોખમ સાથે નિપટવું પડશે. જ્યાં સુધી પાકિસ્તાનનો સવાલ છે તો અમે આ અંગે ઝડપથી પગલાં લઇ રહ્યાં છીએ.

પાકિસ્તાનના કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે IS એકલું આ હુમલાને અંજામ નથી આપી શકતા, તેમને કેટલાક લોકલ લોકોની મદદ જરૂર મળી હશે. એ પણ કહેવામાં આવી રહ્યું છે કે અફઘાન તાલિબાનમાં કેટલાક સંગઠનો એવાં છે, જે નથી ઇચ્છતા કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સંબંધો બહેતર બને.