ભારતીય રિઝર્વ બેંક (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) તેની સપ્ટેમ્બરની બેઠકમાં વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરે તેવી અપેક્ષા છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ હાલના અહેવાલ મુજબ આ માહિતી જણાવી છે.
જો આવું થાય, તો લોન અને વ્યાજ દરમાં થોડો ઘટાડો થઈ શકે છે, જેનાથી સામાન્ય લોકો અને વ્યવસાયો બંનેને રાહત મળી શકે છે. અહેવાલમાં જણાવાયું છે કે મોંઘવારી હાલમાં નિયંત્રણમાં છે અને તેમાં વધુ ઘટાડો થવાની ધારણા છે.
સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં મોંઘવારી દર 2%થી પણ નીચે રહી શકે છે
SBIના રિપોર્ટ મુજબ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં મોંઘવારી 2%થી નીચે રહી શકે છે અને નાણાકીય વર્ષ 2027 સુધી 4% અથવા તેનાથી નીચે રહેવાની શક્યતા છે. જો GST દરમાં ફેરફારથી ઓક્ટોબરમાં ફુગાવો ઘટીને 1.1% થઈ શકે છે, જે 2004 પછીનો સૌથી નીચો દર હશે.
જો RBI હમણાં દર નહીં ઘટાડે, તો તે "ટાઈપ 2 એરર" હશે.
SBIના અહેવાલમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે 2019 માં GST દરમાં ઘટાડાથી મોંઘવારીમાં આશરે 35 બેસિસ પોઈન્ટનો ઘટાડો થયો હતો. તેથી, વ્યાજ દર ઘટાડવાનો હવે યોગ્ય સમય છે.
જો RBI હમણાં દરોમાં ઘટાડો નહીં કરે, તો તે "ટાઈપ 2 એરર" હશે, એટલે કે યોગ્ય સમયે ખોટો નિર્ણય લેવો. આ પહેલા પણ બન્યું છે જ્યારે RBI એ અનુકૂળ પરિસ્થિતિઓ હોવા છતાં વ્યાજ દરોમાં ઘટાડો કર્યો ન હતો.