Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

યુદ્ધ દરમિયાન જાનમાલના નુકસાન ઉપરાંત કરોડો રૂપિયા હથિયારો પર વેડફાય છે. જે દેશ યુદ્ધ શરૂ કરે છે તે તૈયારી સાથે આવે છે પરંતુ જે દેશ પર હુમલો થાય છે તેને આવી પરિસ્થિતિનો સામનો કરવા માટે ઘણો સંઘર્ષ કરવો પડે છે. યુક્રેનની પરિસ્થિતિ પણ આવી જ છે, ત્યારે આવી પરિસ્થિતિનો સામનો કરવા માટે યુક્રેનમાં આઠ એન્જિનિયરોના જૂથે ભંડોળ એકત્ર કરી યુક્રેનની પ્રથમ ઘરેલું ક્રૂઝ મિસાઈલ તૈયાર કરી છે. તેનું નામ ‘ટ્રેમ્બિતા’ રાખવામાં આવ્યું છે. તેને ‘પીપલ્સ મિસાઈલ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

જેટ પલ્સ એન્જિન ધરાવતી આ મિસાઈલમાં ઈંધણ માટે 30 લિટરની ટાંકી છે, તે અડધો કલાક દૂર દુશ્મનોના ઠેકાણે હુમલો કરી શકે છે. પ્રોજેક્ટના ચીફ એન્જિનિયર અકીમ ક્લેમેનોવનું કહેવું છે કે આ ક્રૂઝ મિસાઈલનો હેતુ રશિયાની સુરક્ષાને નબળી પડવાનો છે. દુશ્મનની સંરક્ષણ પ્રણાલીને સરળતાથી ખતમ કરવામાં સક્ષમ છે. ટ્રેમ્બીટાસને બેટરીમાં લોન્ચ કરવાની યોજના છે, જેમાં 20 કે 30 એકસાથે ફાયર કરવામાં આવશે.

કીન્ઝાલ અને કાલિનથી રશિયન સેના યુક્રેન પર હુમલો કરી રહી છે, જે લગભગ 8થી 16 કરોડ રૂપિયાની મિસાઇલો છે. તે જ સમયે, દસ ગણી ઓછી કિંમતની આ મિસાઇલ યુદ્ધમાં યુક્રેનની અર્થવ્યવસ્થાને સુધારવામાં મદદ કરી શકે છે. આ સ્વયંસેવક જૂથનું લક્ષ્ય દર મહિને 1000 ક્રૂઝ મિસાઈલ બનાવવાનું છે.