અમેરિકામાં દૂધનો ઉપયોગ છેલ્લા છ દાયકામાં ઘટીને એક તૃતિયાંશ થઇ ચૂક્યો છે. હવે વપરાશ વધારવા માટે મહિલા એથ્લીટ્સ દ્વારા દૂધના વપરાશને વધારવા માટે અભિયાન ચલાવાઇ રહ્યું છે. મિલ્ક પ્રોસેસર એજ્યુકેશન પ્રોગ્રામ (એમપીઇપી)માં મેરેથોન રનર મહિલાઓને તાલીમ અપાય છે. અભિયાન દરમિયાન દૂધના પોષણ સહિત અન્ય ફાયદાઓ અંગે તેઓને માહિતગાર કરાય છે.
MPEPના સીઇઓ યિન વૂન રેની અનુસાર મહિલાઓ અને યુવતીઓને રેસ બાદ પીવા માટે દૂધ ઉપલબ્ધ કરાવાય છે. મિલ્ક પ્રોસેસર્સ એનજીઓ ગર્લ્સ ઓન ધ રનને ડોનેશન આપે છે. અમેરિકન કૃષિ આંકડાઓ અનુસાર વાર્ષિક દૂધનો વપરાશ 1945માં વ્યક્તિદીઠ 45 ગેલનની ટોચ પર હતો પરંતુ હવે તેનો વપરાશ 2001માં 23 અને 2021માં વ્યક્તિદીઠ 16 ગેલન થઇ ચૂક્યો છે.