રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 17 વર્ષ પછી ચેન્નાઈ સુપર કિંગ્સને તેમના હોમ ગ્રાઉન્ડ ચેપોકમાં હરાવ્યું. ટીમ છેલ્લે 2008 માં જીતી હતી. શુક્રવારે RCB એ 196 રન બનાવ્યા હતા, જેના જવાબમાં CSK ફક્ત 146 રન બનાવી શકી હતી. બેંગલુરુએ આ મેચ 50 રનથી જીતી લીધી.
સીએસકેના વિકેટકીપર એમએસ ધોનીએ 0.16 સેકન્ડમાં સ્ટમ્પિંગ કર્યું. આરસીબીના કેપ્ટન રજત પાટીદારે 3 કેચ ચૂકી ગયા. રવિન્દ્ર જાડેજા IPLમાં 3000 રન અને 150 થી વધુ વિકેટ લેનાર એકમાત્ર ખેલાડી બન્યો.
ચેન્નાઈ સુપર કિંગ્સને વિકેટકીપર એમએસ ધોનીના ખૂબ જ ઝડપી સ્ટમ્પિંગના કારણે પહેલી વિકેટ મળી. પાંચમી ઓવરનો છેલ્લો બોલ નૂર અહેમદે ઓફ સ્ટમ્પની બહાર સારી લેન્થ પર ફેંક્યો. સોલ્ટ કવર ડ્રાઇવ માટે જાય છે પણ ચૂકી જાય છે. સોલ્ટનો પગ ક્રીઝ સુધી પહોંચે તે પહેલાં ધોનીએ બોલ લીધો અને સ્ટમ્પ ઉડાડી દીધા. તેણે 0.16 સેકન્ડમાં સ્ટમ્પિંગ કર્યું.
ફિલ સોલ્ટ 32 રન બનાવીને આઉટ થયો હતો. ધોનીએ મુંબઈ સામેની ટીમની પહેલી મેચમાં પણ આવી જ શાર્પ સ્ટમ્પિંગ કરી હતી. પછી તેણે સૂર્યકુમાર યાદવને પેવેલિયન મોકલી દીધો.