Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

છેલ્લા બે દિવસથી સુરેન્દ્રનગર કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલના બંગલે અને કલેક્ટર કચેરીમા જ ફરજ બજાવતા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાને ઇડીના દરોડા બાદ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની અટક કરાઈ છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલની બદલી કરાઈ છે. આ વચ્ચે આજે અમરેલીના ધારીમાં આયોજીત AAPની કિસાન સભામાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સરકાર પર ગંભીર આક્ષેપ કર્યાં હતા. ઇટાલિયાએ જણાવ્યું કે, એક વ્યક્તિને જમીન આપવા માટે PM-CM બન્નેની ઓફિસમાંથી ભલામણ બાદ પણ કલેક્ટરે પૈસા ઉઘરાવ્યાં હતા. ભષ્ટ્રાચાર કરનારની હિંમત તો જૂઓ.


સુરેન્દ્રનગર જમીન કૌભાડ મામલે સરકાર પર ગંભીર આક્ષેપ ધારીમાં આપની કિસાન સભામાં ગોપાલ ઇટાલિયાએ સુરેન્દ્રનગર જમીન કૌભાડ મામલે ભાજપ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું કે, કેન્દ્રમાં સરકાર ભાજપની, ગુજરાતમાં સરકાર ભાજપની તો ગુજરાતમાં કેન્દ્રની પોલીસ આવીને કલેક્ટરને પકડે તે વાતમાં કઈક શંકા નો થાય? બન્ને જગ્યાએ એકની જ સરકાર છે તોય રેડ પડી?

ગોપાલ ઇટાલિયાએ કોઈ પણ વ્યક્તિનું નામ લીધા વગર આ રેડ પાછળ શું કારણ છે તે સમજાવતા જણાવ્યું કે, કેન્દ્રમાં એક સોલાર કંપની છે, જેને વડાપ્રધાન સાથે બોવ સારા સંબંધ છે જેણે વડાપ્રધાનને મળીને કહ્યું કે, મારે ગુજરાતમાં સોલારનો બહુ મોટો પ્લાન બનાવવો છે. જેથી વડાપ્રધાન ઓફિસથી ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં ભલામણ આવી કે, અમે એક છોકરાને મોકલીએ છીએ તેને સોલાર માટે જેટલી સરકારી જમીન જોતી હોય એટલી આપવાની છે, એ માટે સુવિધા કરી આપો અને પ્લાટ નખાવી દેજો.