Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પ્રાંસલા ગામે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ઘટના બની છે. વેદિક મિશન ટ્રસ્ટ દ્વારા આયોજિત રાષ્ટ્રીય કથા શિબિરમાં 12000થી વધુ વિદ્યાર્થીઓની હાજરીમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) સાથે લાઈવ સેટેલાઈટ સંવાદનું સફળ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વૈશ્વિક સ્તરે એક વિક્રમી ઘટના તરીકે નોંધાઈ શકે છે.

આ સંવાદ 29 ડિસેમ્બર, 2025ના રોજ સવારે 8:47 વાગ્યે થયો હતો, જ્યારે ISS ગુજરાતના આકાશ ઉપરથી પસાર થઈ રહ્યું હતું. જાણીતા એમેચ્યોર સેટેલાઈટ ઓપરેટર રાજેશ વાગડિયા (VU2EXP) એ પોતાના પોર્ટેબલ ગ્રાઉન્ડ સ્ટેશનનો ઉપયોગ કરીને અંતરિક્ષમાં સિગ્નલ મોકલ્યા હતા. પૃથ્વીથી 400 કિલોમીટર ઉપર અને 28000 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડતા ISS પરથી મહારાષ્ટ્ર, સુરત અને હૈદરાબાદના હેમ ઓપરેટર્સના અવાજો સ્પીકર પર સ્પષ્ટ સંભળાયા હતા, જેનાથી ઉપસ્થિત વિદ્યાર્થીઓમાં ઉત્સાહ છવાઈ ગયો હતો.