Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રેલનગર અન્ડરબ્રિજ મનપાની નિષ્ફળ ઈજનેરીની નિશાની બની ચૂક્યો છે. બ્રિજ બનવાનું શરૂ થયું ત્યારથી જ વિવાદનો પાયો ખોદાયો હતો. બ્રિજ બનવામાં વાર લાગી ધાર્યા કરતા ખૂબ મોટો ખર્ચ થયો અને જ્યારે બન્યો તો ચોમાસાના પાણી બારે માસ રહેવા લાગ્યા! આ કારણે બ્રિજમાં ચારેકોર પાણીની વચ્ચે શેવાળ અને રસ્તો જોખમી બનતા વારંવાર થતા અકસ્માતોથી લોકો કંટાળ્યા છે. હવે મનપા 50 લાખના ખર્ચે સમારકામ કરીને સમસ્યાના ઉકેલનો છેલ્લો પ્રયત્ન કરવાની છે. જે કામ સોમવારથી શરૂ થવાનું છે.

રેલનગર અન્ડરબ્રિજમાં દીવાલોમાંથી પાણી વહ્યા કરે છે આ ઉપરાંત સૌથી ગંભીર બાબત એ છે કે, ભોંયતળિયે આરસીસી કામ કરેલું હોવા છતાં તેમાંથી પાણી નીકળે છે. બીજી તરફ બ્રિજનો ઢાળ પણ સરખો ન હોવાથી પાણી વહી શકતું નથી જેથી પાણી ભરાયેલું રહે છે. આ બધી સમસ્યાનો નિકાલ કાઢવા મનપાએ વોટર પ્રૂફિંગ અને સમારકામનો રસ્તો કાઢ્યો છે. તળિયાને યોગ્ય ઢાળ અપાશે ત્યારબાદ તેમાં કેમિકલ નાખી વોટર પ્રૂફિંગ કરાશે. આ ઉપરાંત વરસાદી પાણીના નિકાલ માટે પમ્પિંગની ક્ષમતા પણ વધારાશે. આ કામગીરી બે મહિના ચાલશે જેથી બ્રિજ બંધ રહેશે. ડાયવર્ઝનનો નિર્ણય લેવા માટે મનપાએ પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. જાહેરનામું બહાર પડતા બ્રિજ બંધ કરી દેવાશે જોકે ત્યાં સુધી નાની મોટી સાફસફાઈ ચાલુ રખાશે.