Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

એસ.ટી નિગમમાં પહેલા ડીઝલ યુગ, પછી સીએનજી અને હાલ ફરી ડીઝલથી ચાલતી બસ દોડી રહી છે પરંતુ આગામી સમયમાં એસ.ટીમાં ઇલેક્ટ્રિક યુગ આવશે એવી સંભાવનાઓ વ્યક્ત થઇ રહી છે કારણ કે તાજેતરમાં જ રાજકોટથી મોરબી અને રાજકોટથી જામનગર રૂટ ઉપર એસ.ટી નિગમે ઇલેક્ટ્રિક બસ શરૂ કર્યા બાદ હવે રાજકોટ ડિવિઝનના ટૂંકા રૂટ ઉપર મોટા ભાગે ઇલેક્ટ્રિક બસ જ દોડાવવામાં આવશે તેવું નિગમના અધિકારીઓ જણાવી રહ્યા છે.


જેમ જેમ ડિવિઝનમાં નવી ઇલેક્ટ્રિક બસ આવશે તેમ તેમ અન્ય ટૂંકા રૂટ જેવા કે રાજકોટથી ગોંડલ, જૂનાગઢ ઉપર નવી બસ દોડાવવામાં આવશે.હાલ રાજકોટથી જામનગર રૂટ પર 10 જેટલી નવી ઇલેક્ટ્રિક બસ દોડી રહી છે જેનું ભાડું રૂ.126 રખાયું છે. એવી જ રીતે મોરબી રૂટ ઉપર પણ 5 જેટલી ઇલેક્ટ્રિક બસ દોડાવવામાં આવી રહી છે.

આ બસમાં મોરબી-રાજકોટ વચ્ચે રૂપિયા 90 ભાડું નક્કી કરવામાં આવ્યું છે. હજુ આગામી દિવસોમાં એસ.ટી નિગમમાં નવી 50 જેટલી ઇલેક્ટ્રિક બસ ફાળવવામાં આવશે. એસ.ટી નિગમમાં અમદાવાદ-ગાંધીનગર, કૃષ્ણનગર-વડોદરા રૂટ પર પણ ઇલેક્ટ્રિક એસ.ટી બસ દોડાવવામાં આવી રહી છે. હવે ધીમે ધીમે ઈલેક્ટ્રિક બસના વપરાશ તરફ ઝડપી રીતે આગળ વધી રહ્યા છે.