ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે એક સોસાયટીમાં રહેતા અને શાપર વેરાવળ ખાતે આવેલા એક કારખાનામાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા પરપ્રાંતિય શખ્સના ગળા પર છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવ્યાની જાણ થતાં તાલુકા પોલીસ અને એલસીબી કાફલો ધસી ગયો હતો. શ્રમિક જ્યાં રહેતો હતો ત્યાં રૂમમાંથી અસહ્ય દુર્ગંધ આવવા લાગતાં આસપાસના લોકોને શંકા પડી હતી અને તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે રૂમ ખોલીને જોતાં શ્રમિકની લાશ પડી હતી. ગળા પર છરીના ઘાના નિશાન જોવા મળ્યા હતા.
ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે ધર્મજીવન સોસાયટીમાં શેરી નંબર બેમાં રહેતા અને શાપર વેરાવળમાં કારખાનામાં કામ કરતા અજાણ્યા બિહારી યુવાનની કોઈ શખ્સે ગળાના ભાગે છરીના ઘા મારી હત્યા નીપજાવી દીધી હતી. આ ઘટનાની જાણ ડીવાયએસપી, તાલુકા પોલીસ, એલસીબીને થતાં કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.