Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ગોધરાના નંદાપુરા પાસે આવેલી ખાનગી આરોગ્યમ કેન્સર હોસ્પિટલ ખાતે 60 વર્ષીય મહિલાના પેટમાંથી આશરે અગિયાર કિલો વજન ધરાવતી ગાંઠ હોવાનું નિદાન થયું હતું. જે બાદ સાત ડોક્ટરની ટીમ દ્વારા બે કલાકની જહેમત બાદ સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. એક તબક્કે જોખમી માનવામાં આવતા આ ઓપરેશનને ડૉ. રક્ષિત શાહની ટીમ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું અને મહિલાને નવજીવન બક્ષ્યું હતું.

ડૉ. રક્ષિત શાહ દ્વારા મહિલાની તકલીફ નિહાળ્યા બાદ ઓપરેશન કરવાની તૈયારી દર્શાવવામાં આવી હતી. જે બાદ પેટના ભાગે આવેલા કોઈપણ અવયવોને સહેજપણ નુકસાન પહોંચાડ્યા વિના જ ડોક્ટર રક્ષિત શાહ તેમજ ડોક્ટર ફાલ્ગુની દામા અને અન્ય છ જેટલી ટીમે બે કલાકની જહેમત પેટમાંથી આખી ગાંઠ બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, આ વૃદ્ધ મહિલાને છેલ્લા કેટલાક સમયથી હરવા, ફરવા અને જમવામાં ખૂબ જ તકલીફ પડી રહી હતી. ત્યારે આ ઓપરેશન કર્યા બાદ મહિલાને તકલીફમાંથી મુક્તિ મળ્યા બાદ તે મહિલા આપમેળે જ હરતાં ફરતાં અને ખોરાક આરોગતાં થયા છે.