પ્રવાસન ઉદ્યોગમાં સાઈબર હુમલાનું જોખમ વધી ગયું છે. પરિણામે, ગયા વર્ષે સાઈબર સિક્યુરિટી પ્રોફેશનલ્સ માટે જોબ પોસ્ટિંગમાં 54% નો વધારો થયો છે. ડેટા એનાલિટિક્સ કંપની ગ્લોબલડેટાનું અનુમાન છે કે સાઈબર સિક્યોરિટી સંબંધિત નોકરીઓની માગ વધી શકે છે. ગ્લોબલડેટાના જોબ એનાલિટિક્સ ડેટાબેઝ મુજબ, 2022માં એરલાઇન્સ, ટ્રાવેલ સર્વિસ એજન્સીઓ અને હોટલ માટે સાઈબર સિક્યુરિટી જોબ પોસ્ટિંગ અનુક્રમે 82%, 58% અને 56% વધવાની ધારણા છે.
ગ્લોબલડેટાના બિઝનેસ ફંડામેન્ટલ એનાલિસ્ટ શેરલા શ્રીપ્રદાએ જણાવ્યું હતું કે સાઈબર સિક્યોરિટી સેગમેન્ટમાં કંપનીઓ દ્વારા જોબ પોસ્ટિંગ ‘સિક્યોરિટી, ઓર્કેસ્ટ્રેશન, ઓટોમેશન એન્ડ રિસ્પોન્સ’ (SOAR) પ્લેટફોર્મ્સ, એરક્રાફ્ટ નેટવર્ક્સ અને ખામીઓ પારખવા જેવા ચોક્કસ ઉપયોગના કેસોની આસપાસ ફરે છે. ઉદાહરણ તરીકે, વોલ્ટ ડિઝની ખાતે વરિષ્ઠ સુરક્ષા એન્જિનિયરની ભૂમિકા SOAR ટીમનું સંચાલન કરવાની છે. વોલ્ટ ડિઝની, મેરિયોટ ઇન્ટરનેશનલ ઇન્ક., સાઉથવેસ્ટ એરલાઇન્સ કંપની, કેથે પેસિફિક એરવેઝ, હયાત હોટેલ્સ કોર્પ અને અમીરાત ગ્રૂપ જેવી કંપનીઓમાં સાઈબર સુરક્ષા પ્રોફેશનલ્સની સૌથી વધુ જગ્યાઓ છે.