Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટ જિલ્લા અને શહેર પોલીસે ત્રણ સ્થળેથી રૂ.4.13 લાખની કિંમતનો વિદેશીદારૂ પકડી પાડ્યો છે. શાપર પોલીસ નવા દોઢસો ફૂટ રિંગ રોડ પર પેટ્રોલિંગમાં હતી તે સમયે કોરાટ ચોક પાસેથી એક માલવાહક વાહન શંકાસ્પદ જણાતા તેને અટકાવ્યો હતો. વાહનમાં ચાલક મળી આવતા તેની પૂછપરછ કરતા તે જંગલેશ્વર-28માં રહેતો સેજાદ સીદી હેરંજા હોવાનું જણાવ્યું હતુ. જ્યારે વાહનની તલાસી લેતા અંદરથી વિદેશીદારૂની જુદી-જુદી બ્રાન્ડની કુલ 840 બોટલ મળી આવી હતી.


પોલીસે દારૂ, વાહન મળી રૂ.5.88 લાખનો મુદ્દામાલ કબજે કરી ચાલકની ધરપકડ કરી છે. અન્ય બે દરોડા રાજકોટ શહેર પોલીસે પાડ્યા હતા. જેમાં જામનગર રોડ, સરકારી ગોડાઉન પાછળ અરિહંતનગરમાં રહેતા જયદીપસિહ રણજિતસિંહ ઝાલાને તેના ઘરેથી વિદેશીદારૂની 185 બોટલ સાથે પકડી પાડયો હતો. પૂછપરછમાં તે વિદેશીદારૂ એસઆરપી કેમ્પ સામે વર્ધમાન વિલામાં રહેતા યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા પાસેથી લઇ આવ્યાની કબૂલાત આપી હતી.