Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

હાર્દિક મોરાણિયા ( રાજકોટ ) 


દ્વારકાના ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા ગુજરાત ઉપરાંત આસપાસના અન્ય રાજ્યોમાંથી ભક્તો મોટી સંખ્યામાં ચાલીને પગપાળા કાનાની કર્મભૂમિ દ્વારકામાં જઈ રહ્યા છે.

હોળી-ધૂળેટી નજીક આવી રહી છે. હોળીના તહેવાર પર દ્વારકામાં થતા ફૂલડોલ કાર્યક્રમનું ખૂબ જ ધાર્મિક મહત્ત્વ છે, ત્યારે રાજકોટ થી દ્વારકા તરફ જતા રસ્તે ભાવિકોનો પ્રવાહ પણ જોવા મળી રહ્યો છે. ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા ગુજરાત ઉપરાંત આસપાસના અન્ય રાજ્યોમાંથી કાનાના ભક્તો મોટી સંખ્યામાં ચાલીને પગપાળા કાનાની કર્મભૂમિ દ્વારકામાં જઈ રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લામાં રસ્તામાં ઠેર-ઠેર સેવાભાવીઓ દ્વારા પદયાત્રીઓની સેવા માટે કેમ્પો પણ નાખવામાં આવ્યા છે.

છેલ્લા દિવસોમાં દ્વારકા તરફના હાઇવે પર ચાલીને જતા ભાવિકોનું કીડીયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકો જય દ્વારકાધીશ, જય રણછોડના નારાઓ સાથે દ્વારકા તરફ આગળ વધતા જોવા મળી રહ્યા છે.

દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં જતા પદયાત્રીઓની સેવા કરી પુણ્યનું ભાથું બાંધવા રાજકોટની ભાગોળે દ્વારકા તરફ જતા રસ્તાઓ - હાઇવે પર સેવાભાવી સંસ્થાઓ અને લોકોએ કેમ્પો પણ શરૂ કર્યા છે. ચાલીને જતા પદયાત્રીઓને માટે સમકાલીન ન્યુઝના એમ.ડી. ભીખાભાઇ દાદલની સાથે તેમના ગ્રુપ દ્રારા પદયાત્રીઓને ચા-પાણી-નાસ્તા પ્રસાદ રૂપે આપી સેવા કરી હતી.

હોળી-ધુળેટીના પર્વને લઇ કાના નગરી દ્વારકા તરફ પદયાત્રી અને સેવાભાવીઓનો પડાવ ઠેર-ઠેર જોવા મળી રહ્યો છે. ત્યારે દ્વારકા તરફના રસ્તા પર આનંદ અને પદયાત્રીઓમા ઉત્સાહ જોવા મળી રહ્યા છે.