વિશ્વભરમાં આ વર્ષે કંપનીઓનો ઇન્ફર્મેશન ટેકનોલોજી (આઇટી) પાછળનો ખર્ચ આશરે 10 ટકા વધીને 60 લાખ કરોડ રૂપિયા થવાનો અંદાજ છે. મેનેજમેન્ટ કન્સલ્ટીંગ ફર્મ ગાર્ટનરના રિપોર્ટ અનુસાર તેનો સૌથી વધારે ફાયદો ભારતીય આઇટી કંપનીઓને થશે.
ઘરેલુ બેન્કિંગ અને ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓ પણ આઇટી પાછળનો ખર્ચ વધારી રહી છે. અનુમાનો દ્વારા સંકેત મળે છે કે ઘરેલુ કંપનીઓના આઇટી ખર્ચમાં 12.2 ટકાનો વધારો થશે. આ ખર્ચ 2023માં 98 હજાર કરોડ રૂપિયા હતો. જે 2024માં 1.10 લાખ કરોડ રૂપિયા થવાનો અંદાજ છે. સોફ્ટવેર અને આઇટી સેવાઓની વધતી માગને કારણે ખર્ચમાં વધારો થશે.
બન્નેના ખર્ચમાં અનુક્રમે 18.5 ટકા અને 11.4 ટકાનો વધારો થઈ શકે છે. જો કે ખર્ચમાં આ વધારામાં મોટું યોગદાન આપનાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) અને જનરેટીવ એઆઇ જેવી ઉભરી રહેલી ટેકનોલોજીમાં કુશળ પ્રતિભાઓની તંગી જોવા મળી રહી છે. આ જ કારણોસર બેન્કિંગ અને ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓ આ તંગીને દૂર કરવા માટે અને એડવાન્સ એનાલિટિક્સ, એઆઇ સંચાલિત ઉપાયો અને ઓટોમેશન ટેકનોલોજીને અપનાવવામાં ઝડપ લાવવા માટે આઇટી સર્વિ પ્રોવાઇડર કંપનીઓ તરફ વળી રહી છે.
ગ્રોથમાં તેજી લાવવા માટે આઇટી સર્વિસિસ, સોફ્ટવેર ક્ષેત્રે અગ્રણી ગાર્ટનરના રિપોર્ટ અનુસાર ઇનોવેશન, સંચાલનમાં તેજી અને ખર્ચમાં ઘટાડાની જરૂરિયાત પૂરી કરવા માટે વિશ્વમાં નાણાકીય સંસ્થાઓ ટેકનોલોજીમાં રોકાણ કરી રહી છે. તેના કારણે આઇટી કંપનીઓની જરૂરિયાત અને માગ વધી છે.