Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 


ફેડરલ રિઝર્વના આક્રમક નિવેદનની અસરે બૂલિયન માર્કેટમાં તેજીને બ્રેક લાગી છે. ડોલર ઇન્ડેક્સની મૂવમેન્ટ તેમજ સેન્ટ્રલ બેન્ક તથા ગોલ્ડ એસપીડીઆર ટ્રેડેડ ફંડનું હોલ્ડિંગ કેવું રહે છે તેના પર બજારનો ટ્રેન્ડ નિર્ભર રહેશે.


બૂલિયન એનાલિસ્ટો વૈશ્વિક બજારમાં સોનું 1830 ડોલર ઉપર સાપ્તાહિક બંધ આપશે ત્યારબાદ જ તેજીનો ટ્રેન્ડ સમજવો. હજુ આગામી એક માસ સોનું 1770-1830 ડોલરની રેન્જમાં અથડાયા કરશે. વૈશ્વિક બજારમાં સોનું ઘટી 1800 ડોલર અંદર છે પરંતુ સ્થાનિકમાં નબળા રૂપિયાના કારણે સોનાની કિંમત 55500ની સપાટી ઉપર રહી છે.

એગ્રી કોમોડિટીમાં આવકો વધતા હજુ ઘટાડાના સંકેત
એગ્રી કોમોડિટીમાં હાલ તેજીના કોઇ જ સંકેતો જણાતા નથી ઉલટું આગામી સમયમાં હજુ 10-15 ટકાનો ઘટાડો આવે તેવો અંદાજ છે. વૈશ્વિક સ્તરે પામતેલની કિંમતો ઘટે અને સ્થાનિકમાં આયાતને વેગ મળશે તો અન્ય ખાદ્યતેલોમાં ભાવ ઘટી શકે છે. અન્ય કોમોડિટીમાં નિકાસ વેપારો કેવા રહે છે તેના પર બજારનો આધાર રહેલો છે. રવી સિઝનમાં જંગી વાવેતર થયું છે પાકને અનુકુળ હવામાન હોવાથી રેકોર્ડ ઉત્પાદનના અંદાજો અત્યારથી મુકાઇ છે.