Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

મેષઃ-

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. પોઝિટિવ પ્રવૃત્તિના લોકો સાથે મેલજોલ વધારો અને આ સંપર્ક તમારા માટે ફાયદાકારક પણ સાબિત થશે. ઘણાં સમયથી કોઇ પ્રોજેક્ટને લઇને કોશિશ કરી રહેલાં વિદ્યાર્થીઓને આજે અનુકૂળ પરિણામથી રાહત મળી શકે છે.

નેગેટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓના કારણે મનમાં થોડી અનહોની જેવી શંકાનો ભય રહેશે. તમારા મનોબળને મજબૂત જાળવી રાખો. કોઇની સાંભળેલી વાતો ઉપર વિશ્વાસ ન કરીને તમારા વિચારો દ્વારા જ તમારી દિનચર્યા વ્યવસ્થિત રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં કોઈપણ મુશ્કેલી આવે તો કોઇ અનુભવી વ્યક્તિની સલાહ યોગ્ય સાબિત થઈ શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે કામના ભારની અસર સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમારી દિનચર્યાના કાર્યો સિવાય કોઇ અન્ય જાણકારી પણ પ્રાપ્ત કરવામા સમય પસાર થશે. અધ્યાત્મ સાથે જોડાયેલાં વિષયોમાં રસ રહેશે. કોઇ સામાજિક ગતિવિધિમાં તમારી હાજરી અને વિચારોને પ્રોત્સાહન મળી શકે છે.

નેગેટિવઃ- કોઇ અજાણ વ્યક્તિ ઉપર વિશ્વાસ ન કરો. તથા તમારા વિચારોને જ પ્રાથમિકતા આપો. થોડો લોકો ઇર્ષ્યાની ભાવનાથી તમને પરેશાન કરી શકે છે. જોકે, તમારા ઉપર આ ગતિવિધિઓની અસર થશે નહીં.

વ્યવસાયઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે.

લવઃ- ઘરનું વાતાવરણ મધુર અને સુખમય બની રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન કરો.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આ નકારાત્મક વાતાવરણમા પણ તમે તમારો આત્મવિશ્વાસ અને મનોબળ જાળવી રાખશો. કોઇ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત કે વાર્તાલાપ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ યોજના અંગે વિચાર થઈ શકે છે. વિદ્યાર્થી અને યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે સજાગ રહેશે.

નેગેટિવઃ- ખોટા વાદ-વિવાદમાં સમય નષ્ટ ન કરો. અન્યના મામલે દખલ ન કરો અને ગુંચવાશો પણ નહીં. વધારે પ્રાપ્ત કરવાની ઇચ્છામાં નુકસાન પણ થઈ શકે છે. ધૈર્ય અને સંયમથી સમય પસાર કરો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં થોડા નવા પ્રસ્તાવ મળી શકે છે.

લવઃ- વધારે કામના કારણે પતિ-પત્ની એકબીજા સાથે સમય પસાર કરી શકશે નહીં.

સ્વાસ્થ્યઃ- ગળા અને છાતિને લગતું ઇન્ફેક્શન અનુભવ થાય તો બેદરકારી ન કરો.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- રોજિંદા કાર્યોમાં થોડા પરિવર્તન લાવો, તેનાથી તમને તાજગી અને ઊર્જા મળી શકશે. સારી પરિસ્થિતિઓનું નિર્માણ થશે. કોઇપણ અસમંજસની સ્થિતિમાં કોઇ નજીકના મિત્રની સલાહ લેવી યોગ્ય રહેશે.

નેગેટિવઃ- વ્યક્તિગત કાર્યોમાં વ્યસ્તતાના કારણે મિત્રો અને સંબંધીઓને ઇગ્નોર ન કરો. સામાજિક જીવનને પણ મધુર જાળવી રાખવું યોગ્ય છે. ક્યારેક આળસના કારણે તમારું કામ પ્રભાવિત થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોમાં આ સમયે ખૂબ જ સમજી-વિચરીને નિર્ણય લેવાની જરૂર છે.

લવઃ- લગ્નજીવનની નાની-મોટી નકારાત્મક વાતોને ઇગ્નોર કરો.

સ્વાસ્થ્યઃ- તમારી લાઇફસ્ટાઇને સંતુલિત રાખવી જરૂરી છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- તમારી દિનચર્યામાં પરિવર્તન આવશે. મોટાભાગનો સમય ઘરની દેખરેખ તથા યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવામાં પસાર થશે. તમારા વ્યવહાર કુશળતાના કારણે સમાજ તથા નજીકના સંબંધીઓમાં તમારા વખાણ થશે.

નેગેટિવઃ- કોઈ જૂની નકારાત્મક વાત યાદ આવવાથી મન નિરાશ રહેશે. તમારા રસ પૂર્ણ કાર્યોમાં સમય પસાર કરવાથી તમને પોઝિટિવ ઊર્જા મળી શકે છે. અન્યના મામલે વધારે દખલ ન કરો.

વ્યવસાયઃ- જો વેપારમાં વિસ્તારને લગતી કોઇ યોજના બની રહી છે તો તેના અંગે ફરી વિચાર કરવો જરૂરી છે.

લવઃ- ઘરના સભ્યો વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- તણાવ અને ડિપ્રેશન તથા સિઝનલ બીમારીઓથી બચવા માટે તેને લગતા નિયમોનું પાલન કરવું.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આ પડકારરૂપ સમયમાં પણ તમે તમારી યોગ્યતા અને આત્મવિશ્વાસ દ્વારા કોઇપણ પરેશાનીનો સામનો કરવામાં સક્ષમ રહેશો. ઉન્નતિ માટે સ્વભાવમાં થોડું સ્વાર્થીપણું પણ લાવવું જરૂરી છે. ખાસ કરીને મહિલાઓ માટે આજનો દિવસ ખૂબ જ અનુકૂળ છે.

નેગેટિવઃ- આ સમયે કામકાજ તથા પારિવારિક જવાબદારીઓ વચ્ચે તાલમેલ બેસાડવું પડકાર સ્વરૂપ રહેશે. કોઇ અજાણ્યા વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવો તમને મુશ્કેલીમાં મુકી શકે છે.

વ્યવસાયઃ- કોઇ નવા મશીન કે સાધન વગેરેનો પ્રયોગ કરતા પહેલાં તેના અંગે યોગ્ય જાણકારી પ્રાપ્ત કરી લેવી.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ઘરની કોઇ વાતને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- કબજિયાત તથા વાયુ જેવી પરેશાનીઓથી રાહત મેળવવા માટે તમારા ખાનપાનનું ધ્યાન રાખવું.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- ભાવુકતાની જગ્યાએ પ્રક્ટિકલ થઈને તમારા કામને પૂર્ણ કરો. તમારી યોગ્યતા દ્વારા થોડા એવા પોઝિટિવ પરિણામ પણ પ્રાપ્ત કરશો જેનાથી તમને તમારી ઉપર જ ગર્વ અનુભવ થશે. સમાજ અને નજીકના સંબંધીઓ વચ્ચે તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે.

નેગેટિવઃ- વિના કારણે અન્ય સાથે વિવાદમાં ઉતરશો નહીં. આવું કરવાથી તમારું જ માન-સન્માન પ્રભાવિત થઇ શકે છે. સફળતા જલ્દી પ્રાપ્ત કરવાની કામનામાં કોઇપણ નકારાત્મક ગતિવિધિમાં રસ લેશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓને ગંભીરતાથી લો.

લવઃ- પારિવારિક સ્થિતિ સુખમય જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટને લગતી પરેશાની રહેવાથી દિવસ અસ્ત-વ્યસ્ત રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- રાજનૈતિક સંબંધો દ્વારા તમારા જનસંપર્કની સીમા વધારે વિસ્તૃત થશે. તમારું યોજનાબદ્ધ અને ડિસિપ્લિનમા રહીને કામ કરવાથી કામ યોગ્ય રીતે પૂર્ણ થશે. માનસિક સુકૂન અને ઊર્જા જળવાયેલી રહેશે.

નેગેટિવઃ- કોઇ ખાસ વ્યક્તિને લગતી સૂચના મળવાથી મન નિરાશ રહેશે. તમારું આત્મબળ જાળવી રાખો. અકારણ જ ગુસ્સો અને આવેશમાં આવવાથી બનતા કાર્યોમાં મુશ્કેલીઓ પણ ઊભી થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં પબ્લિક રિલેશનને વધારે સ્ટ્રોંગ બનાવો.

લવઃ- ઘરનું વાતાવરણ વ્યવસ્થિત અને સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓ રહી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઈ દુવિધા દૂર થશે. મિત્રો તથા પરિવારના લોકોની યોગ્ય મદદ મળી શકશે. કોઇ વિશેષ કાર્યને કરવા માટે કરવામાં આવતી કોશિશમાં સફળતા મળશે.

નેગેટિવઃ- અર્થ વિના કોઇ સાથે તણાવનું વાતાવરણ ઊભું કરશો નહીં. તમારી વાણી અને ગુસ્સા ઉપર કાબૂ રાખો. પારિવારિક મામલે વધારે દખલ ન કરો. જોખમી કાર્યોમાં રોકાણ કરવું યોગ્ય નથી.

વ્યવસાયઃ- વ્યવસાયમાં આજે કોઈ મુશ્કેલ સમસ્યાનો ઉકેલ મળી શકે છે.

લવઃ- પરિવારમા બધા સભ્યો વચ્ચે તાલમેલ યોગ્ય જળવાયેલો રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં હળવો ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આ સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે, તે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. પ્રભાવશાળી લોકોના સાનિધ્યમાં રહેવાથી તમારા વ્યક્તિત્વમાં પણ નિખાર આવશે.

નેગેટિવઃ- કોઇ સાથે વાતચીત કરતી સમયે ખરાબ ભાષાનો ઉપયોગ ન કરો. તેનાથી સંબંધ ખરાબ થઈ શકે છે. કોઈપણ મહત્ત્વપૂર્ણ વાત જાહેર ન કરો. અચાનક જ થોડા ખર્ચ સામે આવશે જેમાં કાપ કરવો શક્ય રહેશે નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિકોણથી સમય થોડો અનુકૂળ રહેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે મધુર સંબંધ જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ- સાંધામાં દુખાવાની સમસ્યા ઊભી થઇ શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- પરિવાર સાથે કોઇ ધાર્મિક કાર્યમાં વ્યસ્ત રહી શકો છો. જેના દ્વારા તમે પોઝિટિવિટી અને ઊર્જાવાન અનુભવ કરી શકો છો. ભાઈઓ સાથે ચાલી રહેલો દૂર થશે.

નેગેટિવઃ- ક્યારેક તમારો ગુસ્સાવાળો વ્યવહાર તમારા કાર્યોમાં વિઘ્ન ઊભું કરી શકે છે. તમારી આ નબળાઈ ઉપર નિયંત્રણ લાવો. યુવા વર્ગ મોજમસ્તી અને મિત્રો સાથે સમય પસાર કરવાના કારણે પોતાના કરિયર સાથે બેદરકારી કરી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં કઇંક નવું શીખવાની યોજના બની રહી છે તો સમય અનુકૂળ છે.

લવઃ- ઘર કે વ્યવસાયમાં યોગ્ય તાલમેલ જળવાયેલો રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ચામડીને લગતી કોઇ પ્રકારની એલર્જી વધી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- રચનાત્મક કાર્યો સાથે અભ્યાસમા પણ રસ વધશે. કોઇ જૂની સમસ્યાનો ઉકેલ મળવાથી વધારે સુકૂન અનુભવ કરી શકો છો. મીડિયા તથા સામાજિક ગતિવિધિઓમાં પણ તમારું ધ્યાન કેન્દ્રિત રાખો.

નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી કે મિત્ર સાથે ગેરસમજના કારણે વાદ-વિવાદ થવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. શાંતિપૂર્ણ રીતે સમસ્યાને સમજવાની કોશિશ કરો. કોઇ પાસેથી વધારે આશા રાખવાની જગ્યાએ તમારી કાર્યક્ષમતા ઉપર વિશ્વાસ રાખો.

વ્યવસાયઃ- જો કોઇ જગ્યાએ રોકાણ કરવાની યોજના બની રહી છે તો સમય અનુકૂળ છે.

લવઃ- પારિવારિક તથા વ્યવસાયિક જીવનમાં સારો તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.