Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ICC પ્રતિબંધ પૂર્ણ કર્યા પછી, ઝિમ્બાબ્વેના પૂર્વ કેપ્ટન બ્રેન્ડન ટેલર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફર્યા છે. તેમણે શુક્રવારે ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ રમી હતી. ટેલરને 30 જુલાઈના રોજ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.


39 વર્ષીય ટેલરને એન્ટી કરપ્શન અને એન્ટી ડોપિંગ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા સાડા ત્રણ વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

બુલાવાયોમાં રમાઈ રહેલી આ મેચમાં, ન્યુઝીલેન્ડના 3 ખેલાડીઓએ ટેસ્ટ ડેબ્યૂ કર્યું છે, જેમાં જેકબ ડફી, મેટ ફિશર અને જેક ફાલ્કેસનો સમાવેશ થાય છે. ડફીને ટેસ્ટ કેપ નંબર 289, ફિશરને 290 અને ફાલ્કેસને ટેસ્ટ કેપ નંબર 291 મળ્યો.