Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઓલ ટાઈમ ગ્રેટ ફૂટબોલ ખેલાડી પેલેની હાલત ગંભીર છે. બ્રાઝિલનો મહાન ફૂટબોલર હાલમાં સાઓ પાઉલોની હોસ્પિટલમાં મૃત્યુ સામે ઝઝૂમી રહ્યા છે. તેમને સ્પેશિયલ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. તેમની તબિયત સતત બગડી રહી છે અને તેની અસર તેમની કિડની અને હૃદય પર થઈ રહી છે.


કેન્સર સામે લડી રહેલા 82 વર્ષીય દિગ્ગજ ફૂટબોલરને જોવા માટે નજીકના મિત્રો અને પરિવારના સભ્યો હોસ્પિટલ ખાતે પહોંચી રહ્યા છે. રવિવારે તેમનો પરિવારે હોસ્પિટલમાં જ ક્રિસમસની ઉજવણી કરી હતી. રવિવારે સવારે તેમની પુત્રી, કેલી નેસિમેન્ટોએ ઇન્સ્ટા પર એક કુટુંબનો ફોટો પોસ્ટ કર્યો. તેણે 3 કલાક પહેલાં તેની ઇન્સ્ટા પોસ્ટમાં લખ્યું હતું- 'કૃતજ્ઞતા, પ્રેમ, પારિવારિક એકતા... એ જ નાતાલનો સાર છે. તમે ક્રિસમસ પર મોકલેલા પ્રેમ બદલ ધન્યવાદ...આભાર અને પ્રેમ. આ મજેદાર અને અદ્ભુત જીવનમાં હું તેમના (પેલે) વિના કંઈપણ નથી. આજે અને હંમેશા, મેરી ક્રિસમસ.'

જ્યારે, પુત્ર એડિન્હોએ ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટમાં લખ્યું- 'પપ્પા... તમે મારી તાકાત છો.' પેલેનો પુત્ર એડસન ચોલ્બી શનિવારે હોસ્પિટલમાં પહોંચ્યો હતો. તે એડિન્હો તરીકે ઓળખાય છે. પેલેની પુત્રી કેલી નેસિમેન્ટો પણ હોસ્પિટલમાં છે.

પેલેને રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ધીમે-ધીમે તેમની તબિયત બગડવા લાગી હતી. તેઓ હજુ બહાર આવ્યા નથી. પેલેને હૃદય બાબતની સમસ્યા હતી. તેમના તબીબી સ્ટાફે ચિંતા વ્યક્ત કરી, કારણ કે તેમની કીમોથેરાપી સારવાર સારી રીતે પ્રતિસાદ આપી રહી ન હતી. સપ્ટેમ્બર 2021માં તેમનું કોલોન ટ્યૂમર દૂર કરવામાં આવ્યું હતું. એ બાદ તેમની કીમોથેરાપી કરાઈ હતી. પેલે આ પહેલાં પણ ઘણી વખત હોસ્પિટલમાં દાખલ થયા હતા.

ગયા દિવસોમાં ફિફા વર્લ્ડ કપની શરૂઆતમાં પેલેએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો. તેમણે સપોર્ટ આપવા બદલ ફેન્સનો આભાર માન્યો હતો.

બ્રાઝિલને ત્રણ વખત ચેમ્પિયન બનાવ્યું છે
પેલેએ પોતાના દેશ બ્રાઝિલને ત્રણ વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. તેમના નેતૃત્વમાં બ્રાઝિલે 1958, 1962 અને 1970માં વર્લ્ડ કપ જીત્યો હતો. 1958માં સુદાન સામે વિશ્વ કપ ફાઇનલમાં બે ગોલ કર્યા હતા. પેલેએ તેની પ્રોફેશનલ કારકિર્દીમાં કુલ 1363 મેચ રમી અને 1281 ગોલ કર્યા છે. તેમણે બ્રાઝિલ માટે 91 મેચમાં 77 ગોલ કર્યા છે.