Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની બીજી સેમિફાઈનલ મેચ આજે સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. આ મેચ ગદ્દાફી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બપોરે 2:30 વાગ્યે શરૂ થશે.


બંને ટીમ ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ત્રીજી વખત આમને-સામને થશે. અગાઉની મેચમાં બંનેએ 1-1 મેચમાં જીત મેળવી હતી. વન-ડેમાં, બંને ટીમ ફેબ્રુઆરીમાં ત્રિકોણીય શ્રેણી દરમિયાન એકબીજાનો સામનો કરી હતી, જ્યારે ન્યૂઝીલેન્ડે 6 વિકેટથી વિજય મેળવ્યો હતો.

સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં 73 વન-ડે મેચ રમાઈ છે. સાઉથ આફ્રિકા 42માં જીત્યું અને ન્યૂઝીલેન્ડ 26માં જીત્યું છે. બંને ટીમ લાહોરમાં બીજી વખત આમને-સામને થઈ રહી છે. આ પહેલા, તેઓ ફેબ્રુઆરીમાં ત્રિકોણીય શ્રેણીમાં એકબીજાનો સામનો કર્યો હતો.