Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

કેન્દ્રમાં નવી સરકાર રચાયા પછી ભાજપે આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ અને જમ્મુ-કાશ્મીર રાજ્યોમાં ચૂંટણી યોજાશે, તેમાંથી જમ્મુ-કાશ્મીર સિવાયનાં 3 રાજ્યમાં આ વખતે ભાજપને લોકસભામાં અણધાર્યો માર પડ્યો છે. આ ચૂંટણીઓમાં પક્ષ છાશ પણ ફૂંકીફૂંકીને પીશે. અને એટલે લોકસભાનો ખાડો પૂરવા માટે પક્ષે કેન્દ્રીય મંત્રીઓ અને પૂર્વ-વર્તમાન મુખ્યમંત્રીઓને હવાલો સોંપ્યો છે.


પક્ષના અધ્યક્ષ જે. પી. નડ્ડાએ સોમવારે ચારેય રાજ્યના પ્રભારી અને સહપ્રભારીની જાહેરાત કરી હતી. મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં નિરાશાજનક દેખાવ પછી પક્ષ વિધાનસભા ચૂંટણીમાં કોઈ કચાશ રાખવા ઇચ્છતો નથી. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને મહારાષ્ટ્રના પ્રભારી અને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને સહપ્રભારી બનાવાયા છે.

મહારાષ્ટ્રમાં ગત લોકસભા ચૂંટણીમાં એકલાહાથે 23 અને શિવસેના સાથે 41 બેઠક જીતનારો ભાજપ સ્વયમ્ આ વખતે 9 બેઠક પર સમેટાઈ ગયો છે. તેના સાથી પક્ષ એકનાથ શિંદેની શિવસેનાને 7 અને અજિત પવારની એનસીપીને માત્ર 1 બેઠક મળી છે. મહારાષ્ટ્રની સાથે જ હરિયાણામાં પણ આ વર્ષે ઓક્ટોબરમાં ચૂંટણી છે. અહીંનો હવાલો કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને સોંપાયો છે.

Recommended