Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર સી. રંગરાજને કહ્યું છે કે જો દેશનો આર્થિક વૃદ્ધિદર 8-9 ટકા રહેશે તો 20 વર્ષમાં ભારતને વિકસિત દેશનો દરજ્જો મળી જશે. તેમણે કહ્યું હતું કે, આ લક્ષ્યને હાંસલ કરવા માટે આ મજબૂત વિકાસદરને જાળવી રાખવાની જરૂર રહેશે.


રંગરાજને આઇસીએફએઆઇ ફાઉન્ડેશન ફોર હાયર એજ્યુકેશનના દીક્ષાંત સમારોહમાં કહ્યું હતું કે ભારતીય અર્થવ્યવસ્થાનું કદ પાંચ લાખ કરોડ ડોલર સુધી લઇ જવાનું મોટું કામ છે. જોકે દેશની પ્રતિ વ્યક્તિની આવક 3472 ડોલર (આશરે 2.86 લાખ રૂપિયા) હશે દેશ મધ્યમ આવકવાળા દેશ તરીકે જ ગણાશે.

રંગરાજને કહ્યું હતું કે ભારતને ઉચ્ચ મધ્યમ આવકવાળા દેશ બનવામાં વધુ બે વર્ષનો સમય લાગશે. વિકસિત દેશ બનવા માટે ભારતની પ્રતિ વ્યક્તિ આવક ઓછામાં ઓછી 13,205 ડોલર અથવા તો આશરે 11 લાખ રૂપિયા હોવી જોઇએ. આ સિદ્ધિ સુધી પહોંચવા માટે દેશને બે દશકથી વધુ સમય સુધી આઠથી લઇને નવ ટકા સુધીનો મજબૂત વૃદ્ધિદર જાળવવો પડશે.

રંગરાજને કહ્યું હતું કે કુલ ઉત્પાદનના હિસાબથી જોવામાં આવે તો ભારત હાલમાં દુનિયામાં પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે પરંતુ આંતરરાષ્ટ્રીય નાણાભંડોળના રેન્કિંગ મુજબ પ્રતિ વ્યક્તિ આવકના મામલે ભારત 197 દેશોમાં 142મા સ્થાને છે. તેમણે નીતિ નિર્માતાઓને અર્થવ્યવસ્થાના વૃદ્ધિદરની ગતિને વધારવા પર ધ્યાન આપવા કહ્યું છે.