દેશમાં છેલ્લા પાંચ વર્ષોમાં સક્રિય કંપનીઓની સંખ્યા 54% વધી છે. આ દરમિયાન તેની સંખ્યા 11.6 લાખથી 17.8 લાખ પહોંચી ચુકી છે. આ દેશમાં કોઇપણ પાંચ વર્ષો દરમિયાન સૌથી લાંબી છલાંગ છે. કોર્પોરેટ મંત્રાલયના ડેટા અનુસાર દેશમાં ઑક્ટોબર 2024 સુધી કુલ કંપનીઓમાંથી 64.4% ઑપરેશનલ છે, જે પાંચ વર્ષ પહેલા 59.5% હતી.
દેશમાં 5 વર્ષો દરમિયાન ઇરાદાપૂર્વક બેન્કોની લોનની ચૂકવણી ન કરનાર (વિલફુલ ડિફોલ્ટર્સ)ની સંખ્યા 24% વધી છે. માર્ચ 2024 સુધી તેની સંખ્યા 2,664 નોંધાઇ છે, જે માર્ચ 2020માં 2,154 હતી. તેનાથી બેન્કોના મોટા પાયે પૈસા ફસાઇ રહ્યા છે. આ પાંચ વર્ષોમાં આ વિલફુલ ડિફોલ્ટર્સ પાસેથી બાકી રકમ 1.52 લાખ કરોડ રૂપિયા વધીને 1.96 લાખ કરોડ રૂપિયા થઇ છે. એટલે કે આ પાંચ વર્ષો દરમિયાન બાકી રકમ 29% વધી છે. RBIએ ટૉપ 100 વિલફુલ ડિફોલ્ટર્સની યાદી જાહેર કરી છે.