સ્વામિનારાયણ ગુરુકુળના અમૃત મહોત્સવનું આજે સમાપન થવાનું છે. આ મહોત્સવમાં બાળકોથી લઇને વૃદ્ધો સૌ કોઇએ પોતાનું યોગદાન આપ્યું છે. જેમાં સ્વામિનારાયણ ગુરુકુળ મહિલા મંડળની બહેનોએ વિશેષ જહેમત ઉઠાવી છે. 10,775 બહેનોએ પોતાની સેવા આપી કુલ 75 લાખ તલનો હાર બનાવ્યો હતો. આ હાર ભગવાન સ્વામિનારાયણને અર્પણ કરવામાં આવ્યો છે.
એક બહેને કુલ 2 ફૂટનો હાર બનાવ્યો છે. આ હાર બનાવતા બે કલાકનો સમય લાગ્યો હતો. બહેનોએ તૈયાર કરેલો હાર સુરતના યુવાનોએ ભગવાનને અર્પણ કર્યો હતો. આ સિવાય બહેનોએ શાકભાજી, અનાજ, ઘઉં સાફ કરવા, રસોઈ બનાવાવમાં, મહેમાનો માટે ઓશીકા, રજાઈ, ગાદલા બનાવવાની કામગીરીમાં પણ સેવા આપી હતી. અમૃત મહોત્સવમાં અર્પણ કરેલા તલના હારમાંથી પ્રસાદી બનશે જે હરિભક્તોને વિતરણ કરવામાં આવશે. મહોત્સવ દરમિયાન નારી કા સન્માન રાષ્ટ્ર કા ઉત્થાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 15 હજારથી વધુ મહિલાઓ જોડાયા હતા.