Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં રમાનારી વન-ડે વર્લ્ડ કપ માટે વિવિધ સ્થળોના ક્યુરેટર્સ માટે એક 'પ્રોટોકોલ' તૈયાર કર્યો છે. ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતના ઘણા ભાગોમાં ઝાકળ પડે છે, જેના કારણે ટૉસની ભૂમિકા મહત્વપૂર્ણ બની જાય છે. ICCએ આ પગલું ટૉસની ભૂમિકાને અમુક હદ સુધી અસરકારક બનાવવા માટે ઉઠાવ્યું છે.

ICCએ ક્યુરેટર્સને પિચ પર વધુ ઘાસ છોડવા કહ્યું
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સમાચાર મુજબ, ભારતીય પિચ સામાન્ય રીતે સ્પિન માટે વધુ અનુકૂળ હોય છે, પરંતુ ICCએ ક્યુરેટર્સને પિચ પર વધુ ઘાસ છોડવા કહ્યું છે, જેથી ઝડપી બોલરો પણ મેચમાં રહી શકે. આનો અર્થ એ થશે કે ટીમ પ્લેઇંગ-11માં વધુ ઝડપી બોલરોને તક આપી શકે છે.

તમને જણાવી દઈએ કે, 2021માં UAEમાં યોજાનારા T20 વર્લ્ડ કપને પણ ઝાકળથી ખૂબ અસર થઈ હતી અને બીજી ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમને ઘણો ફાયદો થયો હતો.

એક સોર્સે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, 'ઉત્તર, પશ્ચિમ અને પૂર્વીય રાજ્યોમાં વર્ષના આ સમયે ભારે ઝાકળ જોવા મળશે. ચેન્નઈ અને બેંગલુરુમાં યોજાનારી મેચમાં વરસાદની સંભાવના છે. સ્પિનરોના પ્રદર્શન પર ઝાકળની ભારે અસર પડે છે. તેથી વધુ ઘાસ સાથે, ટીમે સ્પિનરો પર વધુ આધાર રાખવો પડશે નહીં.

Recommended