Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

આવતા મહિને એટલે કે ડિસેમ્બરમાં દેશના વિવિધ ભાગોમાં 18 દિવસ સુધી બેંકો કામ કરશે નહીં. ડિસેમ્બરમાં 2 શનિવાર અને 5 રવિવારના કારણે બેંકોમાં કુલ 7 સાપ્તાહિક રજાઓ રહેશે. આ ઉપરાંત તહેવારોને કારણે વિવિધ ભાગોમાં વધુ 11 દિવસ બેંકો બંધ રહેશે. આ સિવાય ડિસેમ્બરમાં 6 દિવસની બેંક હડતાળ પણ રહેશે, જે દરમિયાન બેંકો બંધ રહી શકે છે.


હડતાળના કારણે બેંકો 6 દિવસ બંધ રહેશે
ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIEBA)એ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેઓ 4 ડિસેમ્બરથી 20 જાન્યુઆરી સુધી અલગ-અલગ તારીખે હડતાળ પર જશે. આવી સ્થિતિમાં, ડિસેમ્બરમાં 6 દિવસની હડતાળના કારણે, વિવિધ બેંકોમાં અલગ-અલગ દિવસોમાં 6 દિવસ સુધી કામ પ્રભાવિત થઈ શકે છે.