પોરબંદર જિલ્લામાં હજજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ મહેમાન બન્યા છે. 21 જેટલા જળ પ્લાવિત વિસ્તારોમાં વિદેશી પક્ષીઓનો કલરવ ગુંજી ઉઠે છે. પક્ષીઓને નિહાળી પક્ષીપ્રેમીઓ રોમાંચિત થઈ રહ્યા છે. પોરબંદર અને આસપાસના 21 જેટલા જળ પ્લાવીત વિસ્તારો આવેલ છે. અને વિદેશી પક્ષીઓ શિયાળા દરમ્યાન પોરબંદરના મહેમાન બને છે. ગુજરાતમાં ભાગ્યે જ કોઈ એવું શહેર હશે જ્યા હજજારોની સંખ્યામાં પક્ષીઓ એક જ શહેરમાં જોવા મળતા હોય છે અને આ શહેર પોરબંદર છે. પોરબંદર જિલ્લામાં 204 જેટલા અલગ અલગ દેશી વિદેશી પક્ષીઓની પ્રજાતિ નોંધાઇ છે.
2009માં પોરબંદરને પક્ષીનગર તરીકે જાહેર કરવામાં આવેલ છે. પોરબંદરના વિવિધ જળ પ્લાવીત વિસ્તારો કે જ્યાં વિદેશી પક્ષીઓને જરૂરી એવું વાતાવરણ મળી રહે છે કારણે કે, પોરબંદરના વાતાવરણમાં મોટો ફેરફાર થતો નથી એટલેકે ઠંડી ગરમીનો મોટો ફેરફાર થતો નથી. અહી પક્ષીઓને ખોરાક માટે મીઠા અને ખારા પાણીની માછલી, નાના જીવડા, છાજછાલ જેવી વનસ્પતિ મળી રહે છે. ત્યારે ઠંડા પ્રદેશ જેવાકે સાઇબેરીયા, મંગોલીયા, ઓસ્ટ્રેલિયા જેવા જુદાજુદા દેશો માંથી દર વર્ષે ખાસ પ્રકારના માઇગ્રેટરી રૂટમાં પ્રવાસ કરી અને ઠંડા પ્રદેશો માંથી ખોરાકની શોધમાં અને અનુકૂલન રહેઠાણ માટે બીજા દેશો તરફ પ્રયાણ કરે છે.