વાત 2004ની છે, દેશભરમાં એવું વાતાવરણ હતું કે અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં NDA લોકસભા ચૂંટણી 2004 જીતી રહી છે. પરંતુ પરિણામ અપેક્ષા વિરુદ્ધ રહ્યું અને NDA ચૂંટણી હારી ગઈ.
આ અણધારી હારથી રાજકીય અનિશ્ચિતતા અને ગબરાટમાં વેચવાલી થઈ અને 17 મે 2004ના રોજ બજાર 16% તૂટ્યું. આ બજારમાં એક દિવસનો સૌથી મોટો ઘટાડો હતો.
બીજો સૌથી મોટો ઘટાડો (13%) 23 માર્ચ 2020ના રોજ આવ્યો. ત્યારે વિશ્વભરમાં કોરોના મહામારીનો ડર હતો. સરકારે દેશમાં મહામારીની આશંકાઓ વચ્ચે લૉકડાઉનની જાહેરાત કરી દીધી.
જોકે, દરેક મોટા ઘટાડા પછી ભારતનું શેર બજાર રિકવર થયું છે. આમાં ક્યારેક ઓછો તો ક્યારેક વધુ સમય લાગ્યો છે. છેલ્લા 5 મોટા ઘટાડામાંથી રિકવરીમાં અઢી-મહિનાથી અઢી-વર્ષ લાગ્યા છે.
17 મેના રોજ વેચવાલીને કારણે 500 પોઇન્ટથી વધુ (લગભગ 16%)નો ઘટાડો થયો.