અમેરિકા અને કેનેડામાં અત્યારે 'બોમ્બ સાઇક્લોન'નો કહેર ચાલી રહ્યો છે. આની અસર બન્ને દેશોના બોર્ડર પર આવેલા નાયગ્રા ધોધ પર પણ જોવા મળી હતી. મંગળવારે દુનિયાના સૌથી મોટા વોરલફોલ્સમાં એક નાયગ્રા ધોધ પૂરી રીતે જામી ગયું હતું. ખરાબ હવામાનના કારણે અમેરિકામાં અત્યારસુધીમાં 50થી વધુ લોકોના મોત થઈ ગયા છે. આની સૌથી વધુ અસર ન્યૂયોર્કના બફેલોમાં જોવા મળી હતી. એવું જણાવવામાં આવી રહ્યું છે કે 50 વર્ષમાં પહેલીવાર હવામાન આટલું ખરાબ થયું છે. ક્રિસમસની પહેલા શરૂ થયેલા આ કહેરની અસર નવા વર્ષ પછી પણ ચાલું રહેશે તેવી શક્યાતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
નાયગ્રા ધોધ વન્ડરલેન્ડ બની ગયો
સંપૂર્ણપણે બરફ આચ્છાદિત નાયગ્રા ધોધ એક અલગ જ દેખાતો હતો. નાયગ્રા ધોધ અમેરિકામાં ન્યુયોર્ક અને કેનેડામાં ઓન્ટારિયોની સરહદ પર પડે છે. વળી, તેની ઉપરનું મેઘધનુષ્ય આ સમગ્ર દ્રશ્યને વધુ સુંદર બનાવે છે. જેના કારણે કડકડતી ઠંડીમાં પણ પ્રવાસીઓ અહીં પહોંચ્યા હતા. ધોધની ધાર પર બરફની સફેદ ચાદર જોઈ શકાય છે. જો કે, ધોધનો માત્ર એક ભાગ જ બરફથી ઢંકાયો હતો.
આ ધોધમાં પાણીનું એટલું વધુ છે કે અહીં ક્યારેય પણ આના પર પૂરી રીતે બરફ નથી પડતો. નાયગ્રા ધોધ ન્યુયોર્ક સ્ટેટ પાર્કનું માનીએ તો આ ધોધમાં 3160 ટન પાણી એક સેકન્ડમાં વહે છે. એટલે પાણી 32 ફૂટ પ્રતિ સેકન્ડના હિસાબે પડે છે. અમેરિકી પર્યટન વિભાગની વેબસાઇટના પ્રમાણે આ ધોધનો આખું બરફથી જામવું સંભવ નથી.