પરેશ અપહરણ કેસનો અંતે ચૂકાદો આવ્યો છે. કેસમાં મોટાભાગના સાહેદો હોસ્ટાઈલ થતા તમામ આરોપીઓનો નિર્દોષ છૂટકારો થયો છે. વર્ષ 2000માં ભાસ્કર પારેખ અને પરેશ શાહ નામના વેપારીઓનું રાજકોટમાંથી અપહરણ કરી 20 કરોડ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી. જે તે સમયે પોલીસે બંને વેપારીઓને અપહરણકારોની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા હતા. આ કેસના તાર આતંકી સંગઠનો સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું. જો કે, કેસમાં મોટાભાગના સાક્ષીઓ હોસ્ટાઈલ થતા 42 આરોપીઓનો નિર્દોષ છુટકારો થયો છે.
આ કેસમાં કુલ 47 આરોપીઓમાંથી 11 આરોપીઓ મૃત્યુ પામેલા છે અને 5 આરોપીઓ નાસતા ફરે છે. માટે 31 આરોપીઓ તથા ગુજરી ગયેલા 11 આરોપીઓ મળી 42 આરોપીઓ સામેનો કેસ પૂર્ણ કરવામાં આવ્યો છે. હાલ આ કેસના પાંચ આરોપી એવા આફતાબ અહેમદ મુમતાઝ અહેમદ અન્સારી, જલાલુદીન ઉર્ફે રાણા ઉર્ફે ફારૂક મહોમદ સુલતાન, ઈન્તીયાઝ નુરમહમદ નકરાણી, દિપક નાગેશ્વર મંડલ અને સચીન વલ્લભભાઈ માડમનો સમાવેશ થાય છે.